શિક્ષણ વિભાગનો નિર્ણય I ગામથી દૂર સ્કૂલે જતી ધોરણ-9ની વિદ્યાર્થિનીઓને જૂન ૨૦૧૫થી લાભ મળશે.જનરલ કેટેગરીની વિદ્યાર્થિનીઓને પણ સાઈકલ અપાશેજૂન-૨૦૧૫થી
શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી ધોરણ-૯માં આવનારી જનરલ કેટેગરીની
વિદ્યાર્થિનીઓને પણ સાઈકલ આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા સત્તાવાર
પરિપત્ર કરાયો છે અને તેમાં આવક મર્યાદા પણ નક્કી કરાઈ છે. વિદ્યાર્થિની
રહેતી હોય ત્યાંથી હાઈસ્કૂલ દૂર હોય તો તેમને સ્કૂલે જવામાં મુશ્કેલી ન પડે
તે માટે તેમને સાઈકલ આપવામાં આવશે. - આર.વી.રંગપરિયા,નાયબ શિક્ષણ
નિયામક• અગાઉ માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને જ સાઈકલ મળતી હતીજૂન-૨૦૧૫થી
ધોરણ-૯માં આવનારી વિદ્યાર્થિનીઓને અભ્યાસ માટે હાઇસ્કૂલ દૂર પડતી હશે તો
તેમને સાઇકલ આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત
જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને જ સાઈકલ
મળતી હતી. પરંતુ હવેથી સામાન્ય વર્ગની વિદ્યાર્થિનીઓને પણ દૂરની સ્કૂલમાં
અભ્યાસ માટે સાઈકલ આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. આ માટે
દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખીને તેમના જિલ્લામાં સહાય
આપવા માટે સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. રાજ્ય
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જનરલ કેટેગરી સિવાયની અન્ય કેટેગરીની
વિદ્યાર્થિનીઓ જ્યારે ધોરણ ૯માં આવે ત્યારે તેમને સાઈકલ સહાય આપવામાં આવતી
હતી. જેથી દૂરના સ્થળે વિદ્યાર્થિનીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી ન પડે. જો
કે શિક્ષણ વિભાગે જનરલ કેટેગરીની વિદ્યાર્થિનીઓને પણ સાઈકલ સહાય માટે
વિચારણા હાથ ધરી હતી અને જૂન-૨૦૧૫થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી તેમને સાઈકલ
સહાય આપવાનો નિર્ણય લીધો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ
કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. ઉપરાંત
જે વિદ્યાર્થિનીઓને હાઈસ્કૂલ માટે નજીકમાં સ્કૂલ નથી અને તેમને બાજુના
ગામમાં કે તેનાથી દૂર હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જવાની ફરજ પડે છે તેવી
વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના
તમામ ડીપીઈઓને પત્ર લખી સૂચના અપાઈ છે. ઉપરાંત તેમના જિલ્લામાં જે
વિદ્યાર્થિનીઓને સહાય પૂરી પાડવાની હોય તે અંગેની વ્યવસ્થા તાલુકા કક્ષાએ
કરવાની રહેશે. આ મુદ્દે ૯ એપ્રિલના રોજ એક બેઠક પણ મળી હતી, જેમાં
ડીપીઈઓ દ્વારા સાઈકલ સહાય અંગે તેમના જિલ્લાનો વિગતવાર ચિતાર રજૂ કર્યો
હતો. જોકે ત્યાર બાદ ડીપીઈઓ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. પરંતુ ઘણા
જિલ્લામાંથી હજુ સુધી ડીપીઈઓ દ્વારા શિક્ષણ વિભાગને માહિતી મોકલવામાં આવી ન
હોવાનું જાણવા મળે છે. જેના લીધે તેમને તાત્કાલીક માહિતી મોકલી આપવા માટે
પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.