2013 તમામ શેક્ષણિક સમાચાર


  • જાન્યુઆરી

  •  * એલ.ટી.સી બ્લોકના વપરાશની મુદત વધારવામાં આવી.

  • * પ્રાથમિક શાળાઓમાં સૌ પ્રથમ શાળા પુસ્તકાલય માટે 13000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી.માર્ચ મહિના સુધી ગ્રાન્ટ વપરાશની સુચના આપવામાં આવી.

  •  * કર્મચારીઓ તરફથી આવકવેરા મર્યાદા 500000 ની કરવા માંગણી કરવામાં આવી.

  •  * જાન્યુઆરી મહિનામાં ગુણોત્સવ-4 નો ધમધમાટ ચાલુ થયો.

  •  * 8 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત આવી.જેમાં વયમર્યાદા 28 થી 30 કરવામાં આવી.

  •  * 11 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયક ની ભરતી પર સ્ટે આવ્યો.

  •  * 14 જાન્યુઆરી ના રોજ હાઇકોર્ટ દ્વારા અંધઉમેદવારો માટે અનામત રાખવાનુ જણાવ્યુ. * 30 જાન્યુઆરીના રોજ ફિક્સ પગારના કેસની સુપ્રિમ કોર્ટમાં સુવાનણી હાથ ધરાઇ.11/2/13 નવી તારીખ પડી.

  •  ફેબ્રુઆરી.

  • * 4 ફેબ્રુઆરીના રોજ સીસીસી પરીક્ષાની મુદત 3 મહિના લંબાવાઇ.

  •  * 9 ફેબ્રુઆરીના રોજ માધ્યમિક ફાજલ શિક્ષકોને પ્રાથમિક શાળામાં ઉચ્ચતર વિભાગમાં સમાવવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય. * શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતની કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓમાં બોન્ડબેન્ડ કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.6 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો

  • . * ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં 18 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી વાંચનસપ્તાહની ઉજવણી કરવામાં આવી. * આદિજાતી વિદ્યાવિકાસનુ ભરતી કૌભાંડ બહાર પડ્યુ. * 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યસરકારે બજેટમાં મુખ્ય શિક્ષકની ભરતી માટેની જોગવાઇ કરી લાંબા સમયથી ચાલતી અફવા કે મુખ્ય શિક્ષકની કેડર રદ થવાની છે તે બાબતનુ ખંડન કર્યુ.

  • માર્ચ

  •  * 7 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવાસ માટે પોલિસ બંદોબસ્તનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો.

  •  * 8 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વયમર્યાદા ફરજિયાત 6 વર્ષની કરી જેનો ખુબ જ વિરોધ થયો .

  •  * 13 માર્ચના રોજ રાજ્ય સરકારનો દરેક શાળાઓને ગુણોત્સવ-4 ને કારણે પરિક્ષા 15/4 પછી ગોઠવવા આદેશ કરવામાં આવ્યો. 

  • * ધોરણ 6 થી 8 ની બાળાઓને જીવનલક્ષી તાલીમ આપવાનો નિર્ણય કરવામા આવ્યો.

  •  * 21 માર્ચના રોજ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને વિદ્યાસહાયક ભરતીમાં અનામતના ધારાધોરણો ન જાળવ્યા બાબતે જાટકણી કાઢવામાં આવી.

  • એપ્રિલ

  •  * 12 એપ્રિલના રોજ ગુણોત્સવ-4 ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં યોજવામાં આવ્યો. 

  • * કેન્દ્ર સરકાર દ્વારા નિવૃતિ વયમર્યાદા 2 વર્ષ વધારવાના સંકેત આપવામાં આવ્યા.

  •  * ખાતાકીય પરીક્ષાની જાહેરનામુ બહાર પડ્યુ.

  •  * કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં 8% નો વધારો કરવામા આવ્યો.

  •  * ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં તા-29 અને 30 ના રોજ નિદાનાત્મક કસોટી યોજવામાં આવી.

  • * સુપ્રિમ કોર્ટમાં ફરી એકવાર ફિક્સ પે ની મુદત 4/7/2013 ની પડી.

  •  મે 

  • * 13 મે ના રોજ 12 સાયન્સનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ

  • . * 22 મે ના રોજ રાજ્ય સરકારના કર્મચારોઓના મોઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો. 

  • * કર્મચારીઓના કુલ પગાર પર પી.એફ કાપવાનો નિર્ણય.

  •  * 25 મે નારોજ સુપ્રિમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારની ફિક્સ પે બાબતે ઝાટકણી કાઢવામાં આવી.વિદ્યાસહાયકયોજનાને “વિદ્યાશત્રુ” તરીકે વર્ણવી.

  • જુન 

  •  * રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 13000 પ્રાથમિક શાળાઓનુ વિલિનિકરણ કરવાની હિલચાલ.

  • * 13 જુનના રોજ ધોરણ -10 નુ પરિણામ જાહેર થયુ. * 13 જુનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. 

  • * 8 જુનના રોજ શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા વિલિનિકરણનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો.

  •  * 19 જુનના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત આવી,લાંબી આતુરતાનો અંત.

  • જુલાઈ

  •  * શિક્ષણ વિભાગનો સરકારી પ્રાથમિક શાળાઓમાં અગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય.

  • * ગુજરાતના પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બુથ લેવલ ઓફિસર હાઇકોર્ટના શરણમાં.

  •  * ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશ અનુસાર 31 અંધ વિદ્યાસહાયકોને નિમણુક ઓર્ડર આપ્યા. 

  • * 31 જુલાઇના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-2 ની 225 જગ્યાઓને વહીવટી મંજુરી આપવામાં આવી.

  • ઓગષ્ટ;-

  •  * ફિક્સ પગારના કેસમાં વધુ એક તારીખ પડી.તા-21/8/13 ની નવી તારીખ પડી. *

  • 18 ઓગષ્ટના રોજ HTAT ની પરીક્ષા લેવામાં આવી. * 28 ઓગષ્ટના રોજ વિદ્યાસહાયકોને સામુહિક નિમણુક ઓર્ડર આવવામાં આવ્યા.

  • સપ્ટેમ્બર

  •  * 5 સપ્ટેમ્બરના રોજ એચ.ટાટ નુ પરિણામ જાહેર થયુ. * 8 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ વિભાગનો મહત્વકાંક્ષી નિર્ણય- વિકલ્પ લઇને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં જનાર શિક્ષકોની સિનિયોરીટી સળંગ ગણાશે. * મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ. * 1 સપ્ટે. ના રોજ લેવાયેલ ટેટ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ.

  • ઓક્ટોમ્બર

  • * ફિક્સ પે ની ફરી નવી તારીખ પડી, નવી તારીખ-22/10/13 આવી. * ધોરણ-10 અને 12 માં પ્રથમ વાર આવેદનપત્રો ઓનલાઇન ભરવાની શરૂઆત. * રાજ્ય સરકાર દ્વારા 1800 તલાટીની ભરતી કરવાનો નિર્ણય. *લાંબા સમયથી રાહ જોતા બદલી કરાયેલ શિક્ષકોને છુટા કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય.

  • નવેમ્બર

  •  * ઉચ્ચતર પગારધોરણ માટે HTAH ફરજિયાત ના નિર્ણય સામે શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ. * બુથ લેવલ ઓફિસરોને વળતર રજા આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. *12 નવેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટમાં ફિક્સ પે બાબતે થયેલ સુવાનણીમાં તા-21 જાન્યુઆરી ની મુદત પડી. * 27 અધિકારીઓને DEO/DPEO નો ચાર્જ આપવામાં આવ્યો. * 21 નવેમ્બરના રોજ શિક્ષણ વિભાર દ્વારા 6000 ગણિત-વિજ્ઞાનના વિદ્યાસહાયકની જાહેરાત આવી.

  • ડિસેમ્બર

  •  * મધ્યાહનભોજન યોજનામાં બાળકોના દૈનિક ખર્ચમાં 7.5% નો વધારો. * 13 ડિસેમ્બરના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં સરદાર બાળમેળો યોજાયો. * રાજ્યના નાણા વિભાગ દ્વારા ફિક્સ પે ના કર્મચારીઓની માહિતિ મંગાવી. * ધોરણ-1 થી 5 ની ભરતી પર સ્ટે આવ્યો. * 28 ડિસેમ્બરના રોજ HTAT ની સીધી ભરતીની જાહેરાત આવી.

                                                                                                 Collected by